Sunday, 13 March 2011

વહેલા સુવાના અને ઉઠવાના કારણો

સાંજના ૯ થી ૧૧ વાગ્યા દરમ્યાન
આ સમય શરીરમાંથી બિનજરૂરી રસાયણો દૂર કરવાનો સમય છે. આ સમય દરમ્યાન આરામ કરવો કે હળવું સંગીત સંભાળવું જોઈએ. જો આ સમય દરમ્યાન ગૃહિણી આરામ કરવાને બદલે વાસણ સાફ કરતી હોય કે બાળકો ના કામમાં પરોવાયેલી હોય તો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

રાત્રીના ૧૧ થી ૧ વાગ્યા દરમ્યાન
આ સમય દરમ્યાન રસાયણ દૂર કરવાની પ્રક્રિયા કીડનીમાં થતી હોવાથી દરેક વ્યક્તિનું ઊંડી ઊંઘમા હોવું જરૂરી છે.

વહેલી સવારના ૩ થી ૫ વાગ્યા દરમ્યાન
આ સમય દરમ્યાન બિનજરૂરી રસાયણો દૂર કરવાની પ્રક્રિયા ફેફસામાં થતી હોવાથી કફ ના દર્દીઓને કફ ની સમસ્યા આ સમયે વધુ થાય છે. આ એવો સમય છે કે જયારે રસાયણ નિકાલ પ્રક્રિયા સ્વાછોશ્વાસ ના માર્ગ માં પહોચી હોવાથી કફની દવા ના લેવી હિતાવહ છે.

સવારના ૫ થી ૭ વાગ્યા દરમ્યાન
આ સમય દરમ્યાન બિનજરૂરી રસાયણ નિકાલ પ્રક્રિયા મળ માર્ગ માં હોવાથી જાજરૂ જઈ આવવું જોઈએ.

સવારના ૭ થી ૯ વાગ્યા દરમ્યાન
તમારા શરીરને આ જ સમય દરમ્યાન પોશાક્તાત્વોની વધુ જરૂર હોવાથી સવારનો નાસ્તો લઇ લેવો જોઈએ. જે લોકો બીમાર હોય તેમણે ૬:૩૦ વાગ્યા પહેલા સવારનો નાસ્તો લઇ લેવો જોઈએ. જે લોકો તંદુરસ્ત રહેવા માંગતા હોય તેમણે ૭:૩૦ વાગ્યા પહેલા નાસ્તો લઇ લેવો જોઈએ. જે લોકો નાસ્તો ના જ લેતા હોય તેમણે ભૂખ્યા રેહવાને બદલે ૯ થી ૧૦ વાગ્યા સુધી નાસ્તો લઇ જ લેવો જોઈએ.

વહેલી સવારના ૪ વાગ્યા ના સમય દરમ્યાન શરીરમાં લોહીનું નિર્માણ થતું હોવાથી વહેલું સુઈ જવું અને ઉઠવું ખૂબ જ આવશ્યક છે. માટે સારી ઊંઘ અને સમયસરની ઊંઘ લેવાનું ના ચૂકશો.

તમારી તબિયત નું ધ્યાન અવશ્ય રાખો

No comments:

Post a Comment